સિદ્ધેશ્વર હાર્મોની સોસાયટીમાં પાછળના ભાગમાં તથા સાઈડ પર આવેલા ખેતરમાં ડ્રેનેજના પાણી ભરાવાના કારણે ગંદકી અને રોગચાળો વકર્યો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો અને દેખાવો કર્યો હતો.લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સ્થાનિક કોર્પોરેટરને જાણ કરતા સ્થાનિક કોર્પોરેટર આજ દિન સુધી જોવા આવતા નથી જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.