ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. બધા ઉમેદવારો પોતાના મત-વિસ્તારમાં પ્રચાર-પ્રસારમાં જોતરાઇ ગયા છે. ત્યારે થરાદ ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જાહેર સભામાં સ્ટેજ ઉપરથી શંકર ચૌધરીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે હું હાવ નામલો માણસ નથી હો ભાઈબંધી રાખવા જેવો છું.. ભાઈબંધી રાખશોને તો અડધી રાતના હુંકારો દઈશ..એટલો તો ભરોસો રાખજો કે ખાલી સ્ટેટ્સમાં ફોટો મુકેલો હશે ને તો હાઇવે ઉપર કે ક્યાંય પોલીસ હેરાન નહિ કરે એમને એટલી તો ખબર પડે કે આ એના ભેગો ફોટો છે...તમે મારી સાથે હોય અને ફરક એ પડે કે તમે મહેસાણામાં કે ક્યાંય રસ્તા ઉપર જતા હોય અને કોઈએ તમારી ગાડી રોકી હોય અને તમે એમ કહો કે થરાદથી શંકરભાઈને ત્યાંથી આવું છું તો એ સેલ્યુટ મારીને કહે કે સારૂ જવા દો આ બાબતનું ગૌરવ મારે દરેકને આપવું છે. ઉલ્લેખનીય છે કે આ વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.