સુરતમાં DGVCL દ્વારા વીજ બીલ આપવામાં ગંભીર બેદરકારી થઇ હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના એક વેપારીને DGVCL દ્વારા 6 કરોડ 14 લાખ રૂપિયાનું બીલ આપવામાં આવતા વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાલ વેપારીએ આ બીલ બાબતે DGVCL સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન શરુ કર્યો છે.