ગુજરાતના અલગ-અલગ ભાગોમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના ઔદ્યોગિક શહેર સુરતમાં છેલ્લા 48 કલાકમાં ધોધમાર વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો અનેક લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.