ગુજરાતમાં આજે વરસાદે એકંદરે વિરામ લીધો છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત ખાબકેલા વરસાદ બાદ હવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં થયેલ ભારે વરસાદ તથા જળાશયોમાં છોડવામાં આવેલ પાણીને કારણે ખેડા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં પાણીની આવક થતાની સાથે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.