દક્ષિણ ગુજરાતની 250 કોલેજોનું સંચાલન કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની 15 બેઠકો માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. રવિવારે મતદાન બાદ મંગળવારે મત ગણતરી શરૂ કરીએ કરાઇ હતી. જોકે મન ગણતરી સાથે જ યુનિવર્સિટી પરિસરમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારીને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. એબીવીપી અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિના વિદ્યાર્થી કાર્યકરો વચ્ચે સૂત્રોચ્ચાર બાબતે બોલાચાલી થઈ હતી. આ ગર્ષણ ઉગ્ર બનતા યુનિવર્સિટી પરિસરમાં જ છુટ્ટાહાથની મારામારીના દ્રશ્ય જોવા મળ્યા હતા. દરમિયાન હાજર પોલીસ કર્મી અને સુરક્ષા કર્મીઓએ તાબડતોબ દોડી જઇ માહોલ શાંત પાડ્યો હતો. મારામારી વેળાએ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના વિદ્યાર્થી કાર્યકર ધર્મેશ સાકલસળિયાને આંખના ભાગે ઇજા થઈ હતી, જેને કારણે એમ્બ્યુલન્સ બોલાવવાની નોબત આવી હતી.