દક્ષિણ ગુજરાતની 250 કોલેજોનું સંચાલન કરતી અને અઢી લાખ વિદ્યાર્થીઓ ધરાવતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભારે વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય દેખાયું હોય વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. યુનિવર્સિટીના મુખ્ય પરિસરમાં આવેલા તળાવની ફરતે ભારે ગંદકી દેખાઈ રહી છે. પ્લાસ્ટિકની થેલી અને કચરો તળાવની ફરતે જોવા મળી રહ્યો છે. ગંદકીને કારણે દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 34 ટકા ગ્રીન કેમ્પસ ધરાવે છે.