હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વરસાદી પરીસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સુચન આપી રહ્યા છે.