અમદાવાદઃરાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસ હવે બેકફૂટ પર આવી ગઈ છે જેથી આજે ગુજરાત કોંગ્રેસના 33 ધારાસભ્યો સ્પાઈસજેટ, ઈન્ડિગો અને ગો એર ફ્લાઈટમાં જયપુર જવા રવાના થઇ ગયા છે ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર પહોંચી ગયા છે જો કે અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી મીડિયાને કોઈપણ પ્રકારનું નિવેદન આપ્યા વિના નીકળી ગયા હતા આ સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે અમારા બન્ને ઉમેદવાર જીતશે અમારી પાસે પૂરતું ગણિત અને રણનીતિ છે ત્યાર બાદ સાંજે 9 વાગ્યે પરેશ ધાનાણી અને ભગવાન બારડ પણ જયપુર જવા રવાના થયા હતા