સામાન્ય રીતે તમે જોયુ હશે કે કોઈપણ દેશમાં રાષ્ટ્રપતિ,વડાપ્રધાન કે સરકારી ઈમારતોની સુરક્ષામાં ટ્રેઈન કમાન્ડો અને સૈન્યના જવાનોને તૈનાત કરવામાં આવે છે એથી પણ વધુ ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવે છે પરંતુ દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં ઉચ્ચ લોકોની સુરક્ષા માટે કોઈ સિક્યોરિટી ગાર્ડ કે ડ્રોન કેમેરા નહીં પણ પક્ષીઓને તૈનાત કરવામાં આવે છે રશિયામાં રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે બાજ અને ઘુવડને તૈનાત કરવામાં આવ્યા છે