સુરતઃઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસના કલરફૂલ તહેવાર હોળીની ઉજવણીમાં સુરતીઓ પાછળ રહ્યાં નથી સુરતી યુવાનોએ હોળીના રંગોને એકબીજાના ચહેરા પર લગાવીને ચહેરાઓને ચમકાવી દીધા હતાં તથા જૂના રાગ, દ્વેષ અને બુરાઈ ભુલીને એક મેકના ચહેરા પર ઉદાસીનો રંગ હટાવીને નવો રંગો પુર્યા હતાં અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસના ભય વચ્ચે મોટાભાગે લોકોએ સોસાયટીમાં રંગ અને ફુલોથી ધૂળેટીની ઉજવણી કરી હતી