કાપડ ફેક્ટરીમાં આગને કારણે 7ના મોત, ચિરિપાલ કંપનીના MD સહિત 7 સામે ગુનો નોંધાયો

DivyaBhaskar 2020-02-09

Views 1.9K

પીરાણા પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં શનિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી આ આગમાં 7 લોકોના મોત થયા છે આ મામલે ચિરિપાલ કંપનીના MD જ્યોતિ પ્રસાદ ચિરિપાલ, દીપક ચિરિપાલ, જનરલ મેનેજર બીસીપટેલ, ઓલ ટાઈમ ડાયરેકટર પીકે શર્મા, ચીફ ફાયર ઓફિસર રવિકાંતસિંહા વિરુદ્ધ કલમ 304 અને 114 હેઠળ બેદરકારી બદલ મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે નારોલ પોલીસે ઓલ ટાઇમ ડાયરેક્ટર પી કે શર્મા, ચીફ ફાયર ઓફિસર રવિકાન્ત સિન્હા અને જનરલ મેનેજર બી સી પટેલની ધરપકડ કરી છે કંપનીમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનો યોગ્ય કાર્યરત ન હતા પવનની અવર જવર માટે વેન્ટીલેટર પણ ન હતું જેથી આગ વઘારે પ્રસરી હતી એફએસએલને સાથે રાખીને તમામ તપાસ કરવામાં આવશે તમામ મૃતદેહની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવશે તેમજ એફએસએલને સાથે રાખીને તમામ તપાસ કરવામાં આવશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS