અમદાવાદઃ ભાટ ગામ પાસે આવેલી મધર ડેરી પાસે લાલ રંગની બલેનો કાર(GJ1HY 2896) સળગી ઉઠતા કાર કાર ચાલક યોગેશ પ્રજાપતિનું મોત થયું છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર યોગેશ પ્રજાપતિ નામના વ્યક્તિ કાકાજી સસરાના મૃત્યુને લઈ શોક વ્યક્ત કરવા જઈ રહ્યા હતા ત્યારે બલેનો કારમાં અચાનક જ આગ લાગી હતી જેમાં યોગેશભાઈ(ઉવ50)નું મોત થયું છે મૃતક યોગેશ પ્રજાપતિ સોલામાં આવેલી સૂર્યરત્ન સોસાયટીમાં રહેતા હતા આ અંગે જાણ થયા બાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પ્રાથમિક રિપોર્ટ અનુસાર શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હતી