અમદાવાદ:પીરાણા પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં શનિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના 50થી વધુ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી શરૂઆતના તબક્કે આગ લાગતાં જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો બહાર આવી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું જોકે મોડી રાતે આગ પર કાબૂ મેળવાયા બાદ એક ગોડાઉનમાંથી 6 મજૂરની ભૂંજાયેલી હાલતમાં લાશ મળી આવી હતી બીજી તરફ હજુ વધુ લોકો અંદર બળીને ખાખ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના પગલે મૃત્યુ આંક વધવાની સંભાવના છે આ ઘટનાને પગલે ફેક્ટરીમાં ઈમરજન્સી એક્ઝિટ કે ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાનો પણ પર્દાફાશ થયો હતો