કડીઃ કડીના કસ્બા વિસ્તારમાં રહેતા કુખ્યાત શરીફખાન ઘોરીની ગાડીને સોમવારે રાત્રે જાસલપુર નજીક કસ્બાની જ અસામાજિક તત્વોની ગેંગે ટક્કર મારી તેનું અન્ય ગાડીમાં અપહરણ કરી શહેરના ચબૂતરા ચોકમાં લઈ આવ્યા હતા અહીં જાહેરમાં તેની ઉપર લોખંડની પાઈપો અને ધોકા વડે હુમલો કરતાં લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો જેમાં તેનું સારવાર દરમિયાન મોત થતાં કસ્બામાં તંગદિલી છવાઇ ગઇ હતી જેને લઇ સ્થાનિક વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી તો વાલીઓ શાળામાંથી બાળકોને વહેલા ઘેર લઇ આવ્યા હતા આ મામલે કડી પોલીસે સાત શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે પ્રેમલગ્નની અદાવતમાં હત્યા કરાઇ હોવાનું હાલના તબક્કે મનાય છે