ઈસ 1966માં આવેલી સુનીલ દત્ત-સાધના સ્ટારર ફિલ્મ ‘મેરા સાયા’માં એક સદાબહાર ગીત હતું, ‘ઝૂમકા ગિરા રે, બરેલી કે બાઝાર મેં’ સંગીતકાર મદન મોહને કમ્પોઝ કરેલું આ ગીત એટલું બધું હિટ ગયું કે ઉત્તર પ્રદેશનું બરેલી શહેર ઝૂમકાનો પર્યાય બની ગયું હવે 54 વર્ષ પછી બરેલીને તેનો આ ‘ખોવાયેલો’ ઝૂમકો જાયન્ટ સાઈઝમાં પાછો મળ્યો છે દરઅસલ, દિલ્હીથી બરેલી જતાં શહેરમાં પ્રવેશતાં જ ખાસ્સો 20 ફૂટ ઊંચો જાયન્ટ સાઈઝનો ઝૂમકો ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે ખાસ્સા 60 લાખ રૂપિયાના ખર્ચે આ ઝૂમકો બેસાડવામાં આવ્યો છે