વડોદરાઃ સોખડા ગામ પાસે છેલ્લા ચાર દિવસથી 120 ફૂટ ઊંડા કુવામાં પડેલા વાંદરાને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે બહાર કાઢ્યો હતો અને તેને સહી સલામત રીતે બહાર છોડી દીધો હતો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને કોલ મળ્યો હતો કે, સોખડા ગામ પાસે કુવામાં એક વાંદરો પડી ગયો છે અને 4 દિવસથી તે કુવાની અંદર કણસી રહ્યો છે કોલ મળતાની સાથે જ ટ્રસ્ટના કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા અને 4 કલાકની જહેમત બાદ વાંદકાને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો