અહીંના થંગલ બજારમાં આવેલા શનિ મંદિર નજીક સવારે 915 વાગ્યે IED બ્લાસ્ટ થયો હતો જેમાં ચાર પોલીસકર્મી સહિત 1 નાગરિક ઘવાયા છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડાઈ રહી છે આ બ્લાસ્ટ બાદ પોલીસે આ વિસ્તારની ઘેરાબંદી કરી દીધી છે
જે સ્થળે બ્લાસ્ટ થયો છે તેને ઈમ્ફાલનો હાઈ સિક્યોરિટી વિસ્તાર માનવામાં આવે છે હાલ આ બ્લાસ્ટની જવાબદારી એક પણ આતંકવાદી સંગઠને લીધી નથી મહત્વનું છે કે શનિવારે પણ તેલીપાટી વિસ્તારમાં એક બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ BSFના જવાનો ઘવાયા હતા