ભારતીય રેલવે પર્યટનનો વિકાસ થાય તે માટે અલગ અલગ પ્રયાસ કરે છે હવે ઈન્ડિયન રેલવેએ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ અને અરાકુની વચ્ચે મુસાફરીને યાદગાર બનાવવા માટે ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ લગાયા છે આ કોચની છત અને બારીઓ મોટા પારદર્શી કાચથી બનેલી છે, જેનાથી ત્યાંની પ્રકૃતિના સુંદર દૃશ્યોને જોતા જોતા પેસેન્જર યાત્રાનો અનુભવ કરી શકશે ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં તૈયાર આ કોચને બનાવવામાં 338 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે 40 સીટવાળા આ કોચની ખાસિયત છે કે તેમાં લાગેલી દરેક સીટ 360 ડિગ્રી સુધી ફરી શકે છે આરામદાયક સીટોની સાથે જ એલઈડી સ્ક્રિન અને મુસાફરો માટે ખાસ અવલોકન લોંજ પર છે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે પેસેન્જર દીઠ 670 રૂપિયા ચૂકવવા પડશે વિશાખાપટ્ટનમથી અરાકુ ઘાટી પર્વત સ્ટેશન વચ્ચેનું અંતર 128 કિલોમીટર છે જે માટે ચાર કલાકનો સમય લાગે છે