પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ નેતાના નેતૃત્વમાં ભીડે બે મહિલાઓને બાંધીને રસ્તા પર ઘસેડી અને તેમની સાથે મારઝૂડ કરી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહિલા ટીચરે રસ્તા નિર્માણ માટે તેની જમીનપર ખોટી રીતે કબજો કરવામાં આવતા તેણે વિરોધ કર્યો હતો આ મામલે નારાજ તૃણમૂલ સમર્થકોએ તેને બાંધીને રસ્તા પર ઘસેડી હતી જ્યારે તેની મોટી બહેને આ વાતનો વિરોધ કર્યો તો તેને ધક્કો મારીને પાડી દેવામાં આવી છે અને બંને સાથે ગાળો બોલીને મારઝૂડ કરવામાં આવી હતી