સુરતઃવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં આજે 50મો પદવીદાન સમારંભ યોજાયો હતો જેમાં જુદી જુદી 12 વિદ્યાશાખામાં 3710 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી તેમાંથી 49 વિદ્યાર્થીઓને પીએચડી અને 14 વિદ્યાર્થીઓને એમફિલની પદવી એનાયત કરવામાં આવી હતી જોકે ચાલુ પદવીદાન સમારંભ દરમ્યાન યુનિવર્સીટીમાં વીજળી ડુલ થઈ ગઈ હતી એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવતાં અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી