છેડતીનો વિરોધ કરતાં મા-દીકરીને ગલીમાં ખેંચી જઈને માર્યાં, સીસીટીવીમાં ઘટના કેદ

DivyaBhaskar 2019-11-05

Views 207

પંજાબના જલંધરમાં મા-દીકરી સાથે થયેલી મારપીટના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા છે જેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ ઘટના 31 ઓક્ટેબરના રોજ જલંધર મોડલ હાઉસ પાસે ઘટી હત ફૂટેજમાં જોઈ શકાય છે કે આ માતા-પુત્રીનેકેટલીક મહિલાઓએ ધોકા અને ગડદાપાટૂનો માર માર્યો હતો સાથે જ અન્ય પૂરુષોએ પણ તેમને ફટકાર્યાં હતાં પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે હુમલાનો ભોગ બનનાર મા-દીકરીએ તેમની સાથે થયેલી છેડતીની ફરિયાદ કરતાં જ અન્ય મહિલાઓએ તેમના પર રોષે ભરાઈને હુમલો કર્યો હતો પોલીસે પણ બંને પક્ષોની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS