સતત વિવાદોમાં રહેતા ભાજપના ‘બાહુબલી’ નેતા એવા મધુ શ્રીવાસ્તવે ગઈકાલે ‘બજરંગબલી’ માટે સરકાર સામે પડ્યા હતા સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા બાદ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી હતી હનુમાનની પ્રતિમા મૂકવાના મુદ્દે રાજ્ય સરકાર અને અધિકારીઓ સામે પણ બાંયો ચડાવાનાર આ ધારાસભ્યની તરફેણમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ પણ કહ્યું હતું કે અમારી સરકારમાં બધા રામ અને હનુમાન જ છે મધુભાઈ બોલવામાં થોડા આકરા છે પણ તેમના મનમાં કંઈ પણ ના રાખે તો સામે મહેસૂલ મંત્રીએ પોતાનો જવાબ આપતાં કહ્યું હતું કે આખો મુદ્દો જ હાઈકોર્ટમાં છે એટલે હવે તેની મંજૂરીની રાહ જોવી જ જોઈએ અને આ વાત મધુ શ્રીવાસ્તવ પણ સારી રીતે જાણે જ છે ભાજપના નેતાઓએ પોતાનાં નિવેદન આપીને ભલે મધુ શ્રીવાસ્તવને છાવરવાનો પ્રયત્ન કર્યો હોય પણ સાંજ સુધીમાં તો તેમણે જે તેવર બતાવ્યાં હતાં તે સાવ જ વિરોધાભાસી હતાં જોઈ લો, કઈ રીતે મધુ શ્રીવાસ્તવે નાયબ મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને પણ ખોટા પાડ્યા હતા એ