અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ ગઈ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખોખરા વિસ્તારમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે ત્યાર બાદ મુખ્યમંત્રી મેયર બિજલ પટેલના પાલડી સ્થિત નિવાસસ્થાને જઈને અને મ્યુનિસિપલ કાઉન્સિલરો અને કાર્યકરો સાથે પતંગ ચગાવી હતી મુખ્યમંત્રીની સાથે સાથે અનેક નેતાઓએ આજે પતંગની મજા માણી હતી જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા હતા