અમદાવાદઃ કાંકરિયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવર રાઈડ તૂટતા 2 લોકોના મોત અને 29 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેને પગલે હાલ ઈજાગ્રસ્તો એલજીહોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેને પગલે આજે મેયર બિજલ પટેલ અને કોર્પોરેશનના અધિકારીઓએ દર્દીઓની મુલાકાત લીધી હતીઆ દરમિયાન મીડિયાએ મેયરે ઘટનાની જવાબદારી અંગે સવાલ કરતા મેયર ભડક્યા હતા અને જવાબદારીમાંથી છટકતા નિવેદનો કરી ચાલતી પકડી હતી આ દરમિયાન તેમણે જણાવ્યું કે, કોર્પોરેશન પાસે કોઈ સત્તા નથી કે, આ મંજૂરી કોર્પોરેશન આપી શકે કોર્પોરેશનની માત્ર જગ્યા છે, બાકી રાઈડ પ્રાઈવેટ ચાલે છે ઘટનામાં કોર્પોરેશનની કોઈ જવાબદારી બનતી નથી પોલીસ અને આર એન્ડ બી વિભાગની જવાબદારી છે માત્ર એટલું જ નહીં, દર્દીઓની મુલાકાત સમયે મીડિયાને હોસ્પિટલમાં પ્રવેશ આપ્યો નહોતો