અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે રાત્રે દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે થયેલા ઝઘડા બાદ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે કોઇ કારણસર દર્દીના સગાએ ડોક્ટર પર હુમલો કરતા હોસ્પિટલનો સ્ટાફ રોષે ભરાયો હતો જેના પગલે ડોક્ટરોની એક મોટી ટીમ હડતાળ પર ઉતરી હતી ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો