અરવલ્લીઃમોડાસાના ખંભીસર ગામે જયેશ રાઠોડ નામના વરરાજાનો વરઘોડો કાઢવા મુદ્દે થયેલા પથ્થરમારા બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઉભી થતા સમગ્ર જિલ્લાની પોલીસ ગામમાં ખડકી દેવામાં આવી હતી આ બંદોબસ્ત દરમિયાન ગઈકાલ(12 મે) સાંજથી પોલીસ ભજનમંડળી અને વરઘોડામાં સામેલ લોકોને સમજાવતા હતા આ દરમિયાન ડીવાયએસપી ફાલ્ગુની પટેલ ગુસ્સે થયા હતા અને બેફામ અપશબ્દો બોલવા લાગ્યા હતા તેમજ વરરાજાના પરિવારજનોએ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ પર ગાળો આપવાનો આરોપ મુક્યો હતો આ ઘટના બાદ ડીવાયએસપી ફાલ્ગુની પટેલનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો