માળીયા હાટીનાઃમાળીયા હાટીનામાં વીરડી રોડ ઉપર રામઝરૂખા નામે ઓળખાતી વાડીમાં ગઈ કાલે રાત્રે એક વર્ષનું સિંહબાળ પડી ગયું હતું જેને વનવિભાગે રેસ્ક્યૂ કર્યું છે વાડીના માલિકને આ ઘટનાની જાણ થતા તેમણે વનવિભાગને જણાવ્યું હતું ત્યારે વનવિભાગે ઘટનાસ્થળે પહોંચી સિંહબાળનું રેસ્ક્યૂ કર્યું હતું વનવિભાગના કર્મીઓએ દોરડાના મદદથી સિંહબાળને બચાવવામાં આવ્યું હતું હાલ સિંહબાળને પીંજરામાં પૂરી એનિમલ કેર સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ વનવિભાગે સિંહબાળને તેની માતા સાથે મિલન કરાવ્યું હતું