વડોદરાઃશહેરમાં અતિ ભારે વરસાદના કારણે વિશ્વામિત્રીમાં આવેલા પૂરને પગલે મગરો શહેરના રહેણાક વિસ્તારોમાં પહોંચી ગયાં હતા કેટલાક સ્થળે તો રસ્તા પર પણ મહાકાય મગરો જોવા મળતા પ્રાણી પ્રેમી સંસ્થાઓ દ્વારા રેસ્ક્યૂ કરી વન વિભાગે સોંપી દેવાયાં હતા જો કે, પૂર બાદ રહેણાક વિસ્તારમાં આવી પહોંચેલા મગરો હજીયે દેખા દેતા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે તેવામાં સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભટ્ટના એક મકાનમાં આજે મગરનું બચ્ચું આવી જતા રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપી દેવાયું હતું