પોલીસનું કામ અપરાધો પર લગામ લગાવી ચોરને જેલના સળીયા પાછળ નાખવાનું છે, પરંતુ જ્યારે પોલીસ જ ચોરની જેમ ચોરી કરવા લાગે ત્યારે આપણને પણ હજાર સવાલ થાય દિલ્હીના નોઇડા પાસેના એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક પોલીસકર્મી દૂધના પેકેટની ચોરી કરતો જોવા મળે છે પોલીસ વાન ઉભી રાખી કિનારે પડેલા દૂધના કેરેટમાંથી કોથળીઓ ચોરી વાનમાં મૂકે છે જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે