પાદરાઃ પાદરામાં સોશિયલ મીડિયા પર દારૂ બાદ હવે કેમિકલયુક્ત ટ્યુબ દ્વારા સુગંધ લઈને નશો કરતાં યુવકનો વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે જોકે આ વીડિયો પાદરાના સ્ટેશન વિસ્તારનો હોવાનું બહાર આવ્યું છે છેલ્લા ઘણા સમયથી પાદરા શહેર જાણે નશાકારક પદાર્થોનું હબ બની ગયું હોય તેમ રોજ-બરોજ દારૂના નશા કરતાં લોકો તેમજ વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસ ઝડપી પાડે છે ત્યારે બીજી બાજુ હવે જાણે નશાનો નવો કારોબાર ચાલુ થયો હોય તેમ કેમિકલયુક્ત ટ્યુબોની સુગંધ દ્વારા યુવકો નશો કરતા હોય તેવો સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયો છે