ગોંડલ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે જેમાં ગોંડલની એમબી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 3 તારીખના રોજ પરીક્ષા હતી ત્યારે વિદ્યાર્થીઓ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા આ સીસીટીવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા ત્યારે કોઇ કોપીકેસ કરવામાં આવ્યો નહોતો આથી એનએસયુઆઇ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને કુલપતિની ચેમ્બરમાં ધરણા પર બેસી રામધૂન બોલાવી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરી દીધું છે