અમદાવાદઃશહેરના હાથીજણ રિંગ રોડ પર આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે ભીષણરૂપ ધારણ કર્યું હતું આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની 10 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી આ ઘટનામાં દીવાલ પડતા જતા 5 લોકો દબાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા હાલ આ તમામ ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે આ ઘટનાને લઇને રિંગ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો છે