પાંચમા માળની પાતળી રેલિંગ પર રમતી દેખાઈ માસૂમ, શોકિંગ વીડિયો વાઈરલ

DivyaBhaskar 2020-01-08

Views 131

સ્પેનિશ દ્વીપ તેનરીફના પ્લાયા પૈરાઈસોમાં આવેલી એક ઈમારતના પાંચમા માળે શોકિંગ ઘટનાક્રમ સર્જાયો હતો અંદાજે 4 વર્ષની બાળકી બારીમાંથી બહાર નીકળીને પાતળીરેલિંગ પર રમતી જોવા મળી હતી વીડિયોમાં પણ તે બારીના એક છેડાથી બીજા છેડા સુધી દોડતી જોવા મળે છે

આ વીડિયો તેના ફ્લેટની સામે રહેતી વ્યક્તિએ રેકોર્ડ કર્યોહતો બાદમાં સોશિયલ મીડિયા પર પણ તેણે પોસ્ટ કરીને કહ્યું હતું કે, આ વીડિયો બનાવતી વખતે મારા હૃદયના ધબકારા પણ વધી ગયા હતા જો સહેજ પણ ચૂક થઈ હોત તો
આ બાળકી સીધી નીચે પટકાઈ શકતી હતી મળતી વિગતો પ્રમાણે બાળકીને માતા જ્યારે સ્નાન કરવા ગઈ હતી ત્યારે તે બારીમાંથી બહાર આવીને આ રીતે રેલિંગ પરઆંટાફેરા મારીને રમવા લાગી હતી 14 સેકન્ડનો શોકિંગ વીડિયો જોઈને યૂઝર્સે પણ લાપરવાહ રહેતા પેરેન્ટ્સ પર સવાલો ઉઠાવ્યા હતા આ બાળકી કે તેના પરિવારની કોઈ પણ ઓળખ જાહેર કરવામાં આવી નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS