રાજસ્થાનની મહિલા પોલીસકર્મીએ લગ્નમાં કરેલા ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં તે સપના ચૌધરીના ગીત પર ડાન્સ કરતી જોવા મળી છે આલેડી કોન્સ્ટેબલે હરિયાણવી સિંગર સપના ચૌધરીના ગીત‘ગજબન પાની ન ચાલી ’પર ઠુમકા લગાવ્યા હતા તેનો ડાન્સ જોઈને ત્યાં હાજર અન્ય મહિલાઓએ જ નહીં પણઅન્ય મહિલા પોલીસે પણ તેના પર નોટોનો વરસાદ કર્યો હતો પહેલીનજરે તો વર્દી સાથે ડાન્સ કરતી પોલીસકર્મીને જોઈને અનેક વિચારો આવે કે કોઈ ચાલુ ફરજે આવી રીતેલગ્નમાં ડાન્સ કઈ રીતે કરી શકે જો કે, ઘટનાના મૂળમાં જઈએ તો ત્યાં હાજર દરેક પોલીસકર્મી પર આપણને ગર્વ થાય
મહિલા પોલીસના ડાન્સનો આ વીડિયો 28 નવેમ્બરનો હોવાનું માનવામાં આવે છે મળતી વિગતો પ્રમાણે બિકાનેર મહિલા પોલીસ સ્ટેશનમાં આવેલી કેન્ટીનમાં રસોયણનીપૌત્રીના લગ્નમાં આ ડાન્સ કર્યો હતો પોલીસ સ્ટેશનના સ્ટાફે આ લગ્ન માટે 1 લાખ 61 હજાર રૂપિયા ભેગા કરીને તેની પૌત્રીનું કરિયાવર ભર્યું હતું લગ્ન રંગંચંગે ચાલતાં હોવાની ખુશીમાં જ આ કોન્સ્ટેબલે ત્યાં ડાન્સ કર્યો હતો