સુરતઃ પાલનપુર પાટીયા વિસ્તારમાં ગેરકાયદે ફુટપાથ પર ચાલતી હોટલમાં મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે વીડિયો વાઈરલ થયા બાદ આ મામલો રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે વધુ તપાસ રાંદેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પાલનપુર પાટીયા વિસ્તારમાં ગેરકાયદે ફુટપાઠ પર ચાલતી હોટલમાં કેટલાક યુવકો અને હોટલના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી જેને ત્યાં હાજર લોકએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો હાલ આ વીડિયો વાઈરલ થયો છે વીડિયોમાં અંગત અદાવતમાં મારામારી કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે જેમાં મહિલા ચીસો પણ પાડી રહી હોવાનું સંભળાઈ રહ્યું છે વાઈરલ થયેલા વીડિયોમાં પોલીસ પણ આવી ગઈ હોવા છતા મારામારી ચાલું હોવાનું પણ નજરે પડે છે હાલ તો આ આખો મામલો રાંદેર પોલીસમાં પહોંચ્યો છે વધુ તપાસ પોલીસ કરી રહી છે