સુરતઃવેડ રોડ પંડોળ વિસ્તારમાં ફરી સૂર્યા મરાઠીના ગૅંગના સભ્યોએ જાહેરમાં એક યુવક પર તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો મોડીરાત્રે કરેલો આ હુમલો સીસીટીવીમાં કેદ થયો હતો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું પોલીસે ગુનો નોંધી સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે