હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે મંગળવારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધીને ‘લાઈવ પેટ્રોલ બોમ્બ’ગણાવ્યા છે તેમણે આરોપ લગાવ્યો કે તે જ્યાં પણ જાય છે, ત્યાં આગ લગાવ છે અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડે છે
ગઈ કાલે રાહુલ- પ્રિયંકાને જ્યારે યુપી પોલીસે મેરઠની સરહદની બહારથી જ આગળ જતા અટકાવી દીધા તેવા સમયે વિજે આ પ્રકારનું નિવેદન આપ્યું છે બન્ને નેતા CAA વિરુદ્ધ હિંસક દેખાવોમાં મોતને ભેટેલા યુવકોના પરિવારજનોને મળવા જઈ રહ્યાં હતા