કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીને મંગળવારે મેરઠ જવા માટે યુપી પોલીસે અટકાવી દીધા છે બન્ને નેતા નાગરિકતા બિલ અંગે થયેલા દેખાવોમાં મૃતકોના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા પ્રશાસનના અધિકારીઓએ રાહુલને કહ્યું કે, શહેરમાં હાલ કલમ-144 લાગુ છે જેથી તેમના ત્યાં જવાની મંજૂરી આપવી શક્ય નથી પોલીસના સમજાવ્યા બાદ બન્ને નેતા પાછા વળ્યા છે મેરઠમાં શુક્રવારે થયેલા હિંસક દેખાવમાં ચાર દેખાવકારોના મોત થયા હતા