વડોદરાઃ વડોદરાના નવલખી મેદાનમાં 14 વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મના બે આરોપીઓ પકડાઇ જતા માંડવી વિસ્તારના વેપારીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરીને બિરદાવી હતી માંડવી વિસ્તારના વેપારીઓએ આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવીને નરાધમોને જલ્દી જ ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી