ઊંઝા/મહેસાણા: પ્રતિષ્ઠાભરી ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની રવિવારે યોજાયેલી હાઇ વોલ્ટેજ ચૂંટણી બાદ આજે સોમવારે સવારે મતપેટીઓ ખુલી હતી જેમાં ડો આશા પટેલ સમર્થિત દિનેશ પટેલની પેનલ જીત મેળવી હતી જ્યારે નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ હતી દિનેશ પટેલના સમર્થકોએ જીતનારને ફૂલહાર કરીને ઉપાડીને તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી