સુરતઃ અઠવાલાઈન્સ ચોપાટી પાસે ટ્રાફીક પોલીસના ચેકીંગમાં મોપેડની ડિક્કીમાંથી દેશી દારૂ ઝડપાયો હતો જોકે, મોપેડ સવાર પોલીસ દ્વારા મોપેડની ડિક્કી ખોલતા જ ભાગી ગયો હતો હાલ પોલીસે દેશી દારૂ અને મોપેડ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે
અઠવાલાઈન્સ ચોપાટી નજીક ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ ચાલી રહ્યું હતું દરમિયાન એક નંબર વગરની મોપેડ પસાર થતા તેને અટકાવી તપાસ હાથ ધરી હતી અને મોપેડની ડિક્કી ખોલતા જ મોપેડ સવાર ભાગી ગયો હતો ત્યારબાદ મોપેડની ડિક્કી ખોલતા તેમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી ઘટનાની જાણ ઉમરા પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે મોપેડ અને દેશી દારૂ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે, નંબર વગરની મોપેડ હોવાના કારણે દેશી દારૂની હેરફેર કરનાર યુવકને શોધમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જોકે, પોલીસે મોપેડના એન્જિન નંબર પરથી યુવકની શોધખોળ હાથ ધરી છે