સુરતઃ ડુમસ રોડ પર એરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 52 લોકોને ડુમસ પોલીસે ઝડપી પાડ્યા હતાંપાર્ટીમાં દારૂ પુરો પાડનાર બિપીન પટેલની પોલીસે ધરપકડ કરી હતી બિપીન પાસે 4 યુનિટ દારૂની પરમીશન છે આ દારૂ વેચ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી આજે 39 નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કરાયા હતાં જેથી કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો