ચીનના ઝોંકિક પ્રાંતમાં આવેલા એક ફાયરસ્ટેશનનો વીડિયો સામે આવ્યો છે જેમાં ફાયરબ્રિગેડના જવાને બતાવેલી ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઈને યૂઝર્સ પણ બેઘડી તો વિચારતા રહી ગયા હતા ફાયરવિભાગની કેન્ટિનમાં એક ફાયરફાઈટરે તેના લગ્નની ડિનર પાર્ટી આપી હતી આ ડિનર પાર્ટીમાં તેની બ્રાઈડ સહિત અનેક મિત્રો અને સ્ટાફ પણ હાજર રહ્યો હતો બધું જ રાબેતા મુજબ ચાલતું હતું ત્યાં જ અચાનક જતેઓને ઇમર્જન્સી કોલ મળ્યો હતો કોલ મળતાં જ ત્યાં ડિનર કરતા અન્યફાયરફાઈટર્સે તો ડિનર પડતું મૂકીને ઘટનાસ્થળે જવા માટે દોટ મૂકી હતી પણ જેના લગ્નનું આ વેડિંગ ડિનર હતું તે ફાયરફાઈટર પણ તેમની સાથે જ જોડાઈ ગયો હતોપોતાના વેડિંગનું ડિનર છોડીને પણ ફરજ પર જવા માટે નીકળી ગયેલા આ ફાયરફાઈટરની ફરજનિષ્ઠાના અનેક યૂઝર્સે વખાણ કર્યા હતા