હિંમતનગર: તલોદના દોલતાબાદના મોટાવાસમાં રહેતા સોલંકી વિશાલસિંહ દલપતસિંહ (ઉવ આશરે 24) રાજસ્થાનના બિકાનેરમાં આર્મીમાં ફરજ દરમિયાન અચાનક પડી જતા માથાના ભાગે તેમજ કરોડ ના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે બિકાનેર ગામમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે દિલ્હી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું તેમના મૃતદેહને વતન દોલતાબાદમાં મંગળવારના રોજ સાંજના સમયે લાવવામાં આવ્યો હતો અને તેમની અંતિમ સંસ્કાર વિધિમાં સર્વે ગ્રામજનો તેમજ આર્મીના જવાનો પણ હાજર રહ્યા હતા