શ્રીનગર:ભારતીય સેનાએ પાકિસ્તાની બીએટી(બોર્ડર એક્શન ટીમ) ના આતંકીઓની કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયાસ નાકામ કરી દીધો છે શનિવાર સાંજે આર્મીએ કહ્યું કે આતંકીઓએ પાછલા 36 કલાકમાં ઘણી વાર કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કર્યો જવાબી કાર્યવાહીમાં 5 થી 7 આતંકીઓ મારવામાં આવ્યા છે અત્યારે તેમના મૃતદેહ એલઓસી પર પડ્યા છે ગોળીબારી ચાલતી હોવાના કારણે તેમને ત્યાંથી લઇ જઇ શકાયા નથી બીજી તરફ બારામૂલામાં અથડામણમાં જૈશ એ મોહમ્મદના બે આતંકી ઠાર મરાયા છે