જો તમને કોઈ પૂછે કે તમે ક્યારેય પોલીસને પેટ્રોલિંગ કરતા જોઈ છે તો તમારા મગજમાં બાઇક કે જીપ સાથે પોલીસ આવશે, પરંતુ પાકિસ્તાનનો એક પોલીસકર્મી સાઇકલમાં પેટ્રોલિંગ કરવા નિકળતા સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે ભરબજારમાં સાઇકલ પાછળ બ્લૂ લાઇટ સાથે એક પોલીસકર્મી પેટ્રોલિંગ કરવા નિકળ્યો હતો વળી સાઇરન પણ વાગતુ હતું તેનો વીડિયો પાકિસ્તાની મૂળના લેખક અને પત્રકાર તારિક ફતેહે ટ્વિટ કર્યો છે, જેણે પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થા ગણાવી હતી