વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે ડેરા બાબા નાનક પહોંચ્યા હતા અહીં તેઓએ શીખના પાકિસ્તાનમાં આવેલા તીર્થસ્થળ ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતમાં આવેલા ડેરા બાબા નાનક સાહિબને જોડતા કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું આ પહેલાં તેઓ પંજાબના સુલ્તાનપુર પહોંચ્યા હતા અહીં તેમણે બેર સાહિબ ગુરુદ્વારામાં માથુ ટેકવ્યું હતું અહીં શીખ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો ભારતથી પાકિસ્તાનમાં આવેલા કરતારપુર કોરિડોર પહોંચશે