ડિસ્કવરી ચેનલ પર આવનારા શૉ ‘મે વર્સેજ વાઇલ્ડ’ના સ્પેશિયલ એપિસોડમાં બેયર ગ્રિલ્સ અને પીએમ નરેન્દ્ર મોદી સાથે જોવા મળશે આ શૉમાં બેયર ગ્રિલ્સ સર્વાવ કરવા ઘણી વખત નોનવેજ ખાતા જોવા મળે છે, એવામાં લોકોના મનમાં સવાલ હતા કે શું પીએમ પણ તેમની સાથે રહીને નોનવેજ ખાશે? જોકે તેના સવાલમાં બેયર ગ્રિલ્સે જવાબ સ્પષ્ટ કરી દીધો છે, મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે પીએમ મોદી શાકાહારી છે અને તેઓએ નોનવેજ ન ખાઈને માત્ર ફળ અને વનસ્પતિથી કામ ચલાવ્યું હતુ