હિંમતનગર:ઈડર તાલુકાના આરસોડિયા ગામમાં મહિલાઓ, યુવાનો અને ગામના આગેવાનોએ રાત્રે દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી જ્યાં મોટી માત્રામાં દેશી દારૂના આથા મળી આવ્યા હતા જેને લોકોએ જનતા રેડ બાદ પોલીસને હવાલે કર્યા હતા
આરસોડિયા ગામમાં દેશી દારૂઓના અડ્ડાથી ત્રસ્ત થઈને મહિલાઓ સહિતના ગ્રામજનોએ જનતા રેડ કરીને દારૂનો જથ્થો ઝડપ્યો હતો ત્યારબાદ આજે સવારે ગામ લોકોએ કરેલી જનતા રેડ બાદ પોલીસ ગામમાં પહોંચી હતી જેને ગામલોકોએ દારૂનો જથ્થો પોલીસ હવાલે કર્યો હતો ગામમાં દેશી દારૂના અડ્ડાઓને પગલે લોકોમાં પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ છે